વાંકાનેર તાલુકાના કોઠી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પીએચસી હેઠળના હોલમઢ અને જાલસિકા ગામે શાળામાં વાલી મીટીંગ યોજી વાલીઓ અને વિદ્યાર્થીઓને ચાંદીપુરા રોગ વિશે માહિતગાર કરવામા આવ્યા હતા. આ સાથે જ સબ સેન્ટર હોલમઢના સી.એચ.ઓ. પી. આર. ઝાલા અને એમ.પી.એચ.ડબલ્યુ વિશાલ ગોંડલીયા દ્વારા ચાંદીપુરા રોગના લક્ષણો, તેમજ ચાંદીપુરા રોગના અટકાયતી પગલા તેમજ સેન્ડ ફ્લાય માખી વિશે વાલીઓ તથા વિદ્યાર્થીઓને માહિત આપવામાં આવી હતી….
આ સાથે જ વિદ્યાર્થીઓને આખી બાયના કપડા પહેરવા, દવા યુક્ત મચ્છર દાનીમા સુવુ, ખુલ્લા શરીરે ઘરની બહાર ધુળમાં ન રમવા સુચના આપવામા આવી હતી. ઉપરાંત શાળાના કમ્પાઉન્ડમાં મેલેથિયોન દવાથી ડસ્ટીંગ કરી ગામમાં જાગૃતિ પત્રિકા વિતરણ કરવામા આવ્યુ હતું…
આ તકે પીએચસીના સુપરવાઇઝર કે. એ. આંતરેશા દ્વારા વાહક જન્ય રોગો ન ફેલાય તે માટે પાણી ભરેલા તામામ પાત્રો ઢાંકીને રાખવા અને દર અઠવાડીયે ધસીને સાફ કરવા, ધરની આજુબાજુ તેમજ અગાસી પરના નકામા પાણી ભરાય તેવા પાત્રોનો નાશ કરવો, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, સાંજે લીમડાનો ધુમાડો કરવો તથા પાણી જન્ય રોગો ન ફેલાય તે માટે પાણી ઉકાળીને અથવા ક્લોરીનેશન કરેલ પાણી પિવુ તેમજ નદી-નાળાનું પાણી ન પિવા માહિતી આપવામાં આવી હતી…