વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના સરપંચ અને સહકારી આગેવાન એવા રસુલભાઇ ખોરજીયાનો આજે જન્મદિવસ છે, જેઓ છેલ્લા બે દાયકાથી વધારે સ્થાનિક રાજકારણમાં સક્રિય રહી લોક સેવાના કામો કરી રહ્યા છે. આ સાથે જ તેઓ ચાર ટર્મથી દિઘલીયા ગામના સરપંચ તરીકે ચુંટાઇ આવી જન સેવા આપી રહ્યા છે….
રસુલભાઈ ખોરજીયા દિઘલીયા ગામના સરપંચની સાથોસાથ સહકારી ક્ષેત્રમાં પણ ઉમદા કામગીરી કરી રહ્યા હોય, જેમાં છેલ્લા બે દાયકાથી સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા-જીલ્લા પંચાયત તેમજ સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ હાથે તેમની પેનલ સતત વિજેતા થઇ રહી છે, જે તેમની સક્રિય જાહેર જીવનની સફળતા દર્શાવે છે…
રસુલભાઈ ખોરજીયા આજે પોતાના જીવનના 58 વર્ષ પુરા કરી 59માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય, ત્યારે તેમના જન્મદિવસની સગા-સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો તથા સામાજિક અને રાજકીય આગેવાનો તેમના મોબાઈલ નંબર 97278 73202 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી રસુલભાઈ ખોરજીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….