Thursday, November 19, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લાના ખેડૂતો માટે શિયાળું સીઝન અર્થે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા : બિયારણ, ખાતર...

    મોરબી જિલ્લાના ખેડૂતો માટે શિયાળું સીઝન અર્થે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા : બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ….

    માત્ર અધિકૃત લાયસન્સવાળી સંસ્થાઓ કે સહકારી મંડળીઓ પાસેથી જ ખરીદી કરવી ; પાકું બિલ ચોક્કસ લેવા અને છેતરપિંડીથી બચવા ખેતીવાડી વિભાગ માર્ગદર્શિકા જાહેર…

    મોરબી જિલ્લાના તમામ ખેડૂતો આગામી શિયાળુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરે ત્યારે સાવચેતી રાખવા માટે જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ) દ્વારા વિશેષ માર્ગદર્શિક પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે મુજબ ખેડૂતોએ હંમેશાં અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય વિક્રેતાઓ પાસેથી જ કૃષિ ઇનપુટ્સ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ, ફેરીયાઓ કે લેભાગુ તત્વો પાસેથી ક્યારેય બિયારણ, ખાતર કે દવાઓની ખરીદી કરવી નહીં, જેથી આર્થિક છેતરપિંડીથી બચી શકાય….

    ખરીદી કરતી વખતે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને ખરીદેલ ઇનપુટનું નામ તથા લોટ નંબર દર્શાવતું પક્કું બિલ સહી સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટ્સ ખરીદવા નહીં અને હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ તેનો ઉપયોગ કરવો.

    જો બજારમાં અનધિકૃત અથવા મળતા આવતા નામના અમાન્ય બિયારણ, ખાતર કે દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે, તો તત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ) ની કચેરીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!