

આજરોજ દિવાળીના પર્વ નિમિત્તે વાંકાનેર તાલુકાના લુણસર ગામે મુસાફરો અને જાહેર જનતાની સુવિધામાં વધારો કરવાના હેતુથી નવનિર્મિત બસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવું બસ સ્ટેશન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી નિર્માણ પામ્યું હોય જેનું લોકાર્પણ લુણસર ગામના સરપંચ ડાયાબાપાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે લુણસર તાલુકા પંચાયત બેઠકના સભ્ય જય વસિયાણી, ઉપસરપંચ ભાવેશ વસિયાણી તેમજ ગ્રામ પંચાયતના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ નવા બસ સ્ટેશનના નિર્માણથી હવેથી ગામના લોકોને અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે અનુકૂળતા રહેશે…



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



