Friday, October 30, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : આંબેડકરનગરમાં 'મારી સામે કેમ જુએ છે' કહીને યુવાન અને તેની...

    વાંકાનેર : આંબેડકરનગરમાં ‘મારી સામે કેમ જુએ છે’ કહીને યુવાન અને તેની માતા પર ઈંટોથી હુમલો….

    વાંકાનેર શહેરના આંબેડકરનગરમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ‘તું મારી સામે કેમ જુએ છે’ જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા એક શખ્સે યુવાન અને તેને બચાવવા આવેલી તેની માતા પર ઈંટો વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કાર્તિકભાઈ અશોકભાઈ મકવાણા પોતાના ઘર પાસે ઊભા હોય ત્યારે આરોપી ભાવિનભાઈ ઉર્ફે પીન્ટુ વિક્રમભાઈ ચાવડા નામનો શખ્સ ત્યાં મોટરસાઇકલ લઈને ધસી આવી “કેમ તું મારી સામુ જુએ છે?” તેમ કહીને વિના કારણે ઝઘડો શરૂ કર્યો હતો….

    જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ગુસ્સામાં આવી ગયેલા આરોપી ભાવિનભાઈએ ગાળો આપીને રસ્તા પર પડેલી ઈંટ ઉપાડી કાર્તિકભાઈના માથાના ભાગે જોરથી મારી દીધી હતી. હુમલાને પગલે કાર્તિકભાઈએ બૂમાબૂમ કરતા તેમના માતા ભાવનાબેન પુત્રને બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતુ ઉશ્કેરાયેલા આરોપીએ વૃદ્ધ માતાની પણ શરમ રાખ્યા વિના તેમને પણ માર માર્યો હતો. આ હુમલામાં કાર્તિકભાઈ અને તેમના માતા ભાવનાબેન બંનેને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં મૂઢ ઈજાઓ પહોંચતા આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!