Thursday, October 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં વ્યાજખોરોનો ત્રાસ મામલે મૃત્યુની ધમકી આપી લાખો પડાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયાં....

    વાંકાનેરમાં વ્યાજખોરોનો ત્રાસ મામલે મૃત્યુની ધમકી આપી લાખો પડાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયાં….

    વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધીરધાર કરી સામાન્ય નાગરિકોને ધાક-ધમકી આપતા વ્યાજખોરો સામે પોલીસે આકરી કાર્યવાહી કરી છે. ૧૦ લાખ રૂપિયાના બદલામાં ૩૫ લાખ વસૂલવા છતાં વધુ સાડા પંદર લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધારને જેલમાંથી લાવવાની તજવીજ હાથ ધરાઈ છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા દેવેન્દ્રભાઈ સગરે વર્ષ ૨૦૨૨માં આરોપી સરફરાજ હુસેનભાઈ મકવાણા પાસેથી ૧૦% ના ઊંચા વ્યાજે રૂ. ૧૦,૦૦,૦૦૦ ની રકમ લીધી હતી. આ રકમ લીધા બાદ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આરોપીઓએ ફરિયાદીને છરી બતાવી તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને અત્યાર સુધીમાં વ્યાજ પેટે રૂ. ૩૫,૦૦,૦૦૦ જેવી માતબર રકમ વસૂલી લીધી હતી. આમ છતાં, આરોપીઓ દ્વારા બળજબરીપૂર્વક વધુ રૂ. ૧૫,૫૦,૦૦૦ ની માંગણી કરવામાં આવી રહી હતી.

    વ્યાજખોરોના આ ત્રાસથી અંતે ભોગ બનનાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવતા વાંકાનેર સિટી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ સાગરીતો – સાકીરભાઈ ઈકબાલભાઈ ઘોઘારી, રમજાન ઉર્ફ રમજુ કરીમભાઈ માડકીયા અને પુનીતભાઈ કનૈયાલાલ મનવાણીને ઝડપી લીધા હતા…

    આ સમગ્ર ગુનાનો મુખ્ય સૂત્રધાર સરફરાજ હુસેનભાઈ મકવાણા હાલ રાજકોટની પોપટપરા જેલમાં બંધ હોવાથી, પોલીસે તેને જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે વાંકાનેર લાવવા માટે કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!