
વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમ વિસ્તારમાં આવેલી ગ્રીન વિટેક કારખાનાની દીવાલ પાસેથી ગતરાત્રીના એક અજાણી સ્ત્રીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના રંગપર ગામની સીમમાં ગ્રીન વિટેક ફેક્ટરીની દીવાલ પાસે એક મહિલાનો મૃતદેહ પડેલો હોવાની માહિતી સ્થાનિકો દ્વારા પોલીસને આપવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જેમાં મૃતક સ્ત્રીની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ હોય અને મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાથી બનાવ ઘણા દિવસો પહેલાં બન્યો હોવાની આશંકા સેવાઈ રહી છે…

હાલ આ બનાવમાં મહિલાનું મોત કયા સંજોગોમાં થયું છે, આ બનાવ હત્યાનો છે કે અન્ય કોઈ કારણ છે, તે અંગેનું ચોક્કસ કારણ જાણી શકાય તે માટે પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



