Thursday, October 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : સરતાનપર રોડ પર સિરામિક ફેક્ટરીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર : સરતાનપર રોડ પર સિરામિક ફેક્ટરીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સરતાનપર-રાતાવિરડા રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીમાં શ્રમિક પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની તપાસ હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર-રાતાવિરડા રોડ પર આવેલા નેક્સ ટાઈલ્સ વરમોરા સિરામિક કારખાનામાં રહીને મજૂરીકામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની સાલુકોલબેન રાજપાલ રાવત (ઉં.વ. ૨૩) નામની પરિણીતાએ પોતાના ઓરડામાં કોઈ અગમ્ય કારણસર પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. જેમાં બનાવની પ્રાથમિક તપાસમાં મૃતકના લગ્નને ચાર વર્ષ થયા હોય અને તેઓ અહીં ફેક્ટરીની લેબર કોલોનીમાં પોતાના પતિ તેમજ ભાઈ સાથે રહેતા હતા. પરિણીતાએ કયા સંજોગોમાં આ આત્યંતિક પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!