Wednesday, October 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વિવિધ ગામોમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ....

    વાંકાનેર પંથકમાં રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વિવિધ ગામોમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ….

    મોરબી જીલ્લા વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬’ અંતર્ગત પર્યાવરણ અને વન્યજીવ જાગૃતિ અર્થે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ ક્ષેત્રના બાળકોમાં નાનપણથી જ વન અને વન્યજીવો પ્રત્યે સંવેદના કેળવાય તે હેતુથી આ વિશિષ્ટ અભિયાન હાથ ધરાયું હતું….

    આ ઉજવણી અંતર્ગત વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વીડી ભોજપરા, પલાસ, ભોજપરા અને જાંબુડિયા ગામની પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં આશરે ૩૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલા અને પ્રતિભા પ્રદર્શિત કરી હતી.

    કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જાલસીકા અને વીડી ભોજપરા પ્રાથમિક શાળાના ૧૩૫ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કચોટ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે પર્યાવરણનું સંતુલન જાળવવામાં વન્યપ્રાણીઓના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી અને કુદરતી સંપદા તેમજ વન્યજીવોના રક્ષણ અને સંવર્ધન માટે સૌ સાથે મળીને જાગૃત બને તેવો અનુરોધ કર્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!