Thursday, September 3, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની મેઈન બજારમાં સોનીની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, સોનાની બાલી ચોરનાર...

    વાંકાનેરની મેઈન બજારમાં સોનીની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, સોનાની બાલી ચોરનાર ગોંડલની બે મહિલાઓ ઝડપાઈ….

    વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલી સોના-ચાંદીની દુકાનમાંથી દુકાનદારની નજર ચૂકવીને લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરતી બે મહિલાઓને વાંકાનેર સિટી પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સચોટ બાતમીના આધારે ચોરાયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદી અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયાની વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલ ‘ખુશાલ જ્વેલર્સ’ નામની દુકાનમાં બે મહિલાઓ ગ્રાહક તરીકે આવી દુકાનદારને વાતોમાં ભોળવી, તેમનું ધ્યાન ભટકાવીને આશરે ₹ ૧,૮૫,૦૦૦ની કિંમતની ૬૫ નંગ સોનાની બાલી (નથડી) ચોરી ફરાર થઇ ગઈ હોય,

    જેથી આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચોરના બનાવનો ભેદ ઉકેલી ગોંડલના ઉંબાળા ચોકડી અને ખોડીયારનગર વિસ્તારમાં રહેતી મનીષાબેન ધીરુભાઈ વસરામભાઈ સોલંકી અને મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઈ રાઠોડને ઝડપી પાડી બંને મહીલા આરોપી પાસેથી ચોરી થયેલ ૬૫ નંગ સોનાની નથડી (કિંમત ₹૧,૮૫,૦૦૦)નો મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!