Saturday, August 29, 2026
More
    Homeમુખ્ય સમાચારઓછા વરસાદને પગલે વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈનું પાણી તાત્કાલિક છોડવા કલેક્ટર...

    ઓછા વરસાદને પગલે વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈનું પાણી તાત્કાલિક છોડવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ…

    વાંકાનેર પંથકમાં ચાલુ સીઝનમાં નહિવત અને ઓછા વરસાદને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ત્યારે મચ્છુ ૧ ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોના ખેડૂતોને પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે સિંચાઈનું પાણી પૂરું પાડવા વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરજાદા દ્વારા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે…

    રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વાંકાનેર વિસ્તારમાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોને હાલ સિંચાઈના પાણીની ખૂબ જ તાતી જરૂરિયાત છે. જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં સિંચાઈનું પાણી સત્વરે છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

    કલેક્ટર કચેરી ખાતે કરાયેલી આ રજૂઆતમાં પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરજાદાની સાથે પાચાભાઈ ધરજીયા, (જિલ્લા પંચાયત સદસ્ય), ગૌરધનભાઈ સરવૈયા (તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ), અકબરભાઈ બાદી, કિર્તીસિંહ વાળા, આબિદ ગઢવારા (સહીતના આગેવાનોએ એકસૂરે વહીવટીતંત્રને ખેડૂતોની વેદના સમજીને સત્વરે યોગ્ય નિર્ણય લેવા અને કમાન્ડ એરિયાના ગામોમાં પાણી પહોંચાડવા અપીલ કરી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    https://chat.whatsapp.com/GiPDDC7EwD1CsGSIWmtTTx

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!