Saturday, August 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે સંસ્કૃત પ્રદર્શન યોજાયું....

    વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે સંસ્કૃત પ્રદર્શન યોજાયું….

    વાંકાનેર સ્થિત વિદ્યાભારતી સંકુલમાં શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાને ઉજાગર કરતું સંસ્કૃત પ્રદર્શન વાંકાનેર સ્ટેટના મહારાણી યોગિનીકુમારીબાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાભારતીના હોદ્દેદારો, મોડેલ સ્કૂલના આચાર્ય, સંઘવી કન્યા વિદ્યાલયના પ્રધાનાચાર્યા દર્શનાબેન સહિત વિવિધ શાળાઓના આચાર્ય અને શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    રાચીન ભારતીય સાહિત્ય, વૈદિક ગણિત, આયુર્વેદ, વિજ્ઞાન, યોગ, કૌટિલ્ય અર્થશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્ર આધારિત વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ સર્જનાત્મક ચાર્ટ અને મોડેલ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. આ તકે 800થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાચીન વારસાની અને સંસ્કૃત ભાષાની માહિતી મેળવી હતી.


    સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલી સાંસ્કૃતિક વેશભૂષા, વકતૃત્વ, પ્રશ્નમંચ અને વૈદિક ગણિત સ્પર્ધાની વિજેતા ટીમોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!