
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને દલાલો, વેપારીઓ, ખેડૂતો અને મજૂરો માટે રજા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને યાર્ડની કામગીરી થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવશે, જેમાં તારીખ ૦૨/૦૯/૨૦૨૬ (બુધવાર) થી ૦૬/૦૯/૨૦૨૬ (રવિવાર) સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં હરાજી સહિતનું તમામ કામકાજ બંધ રહેશે. આ દિવસો દરમિયાન યાર્ડમાં ઉતરાઈ સંપૂર્ણપણે બંધ રહેશે, જેથી સંબંધિત તમામને આ દિવસોમાં યાર્ડ ખાતે ખેતપેદાશો ન લાવવા સૂચિત કરવામાં આવ્યા છે. આ સાથે જ તા. ૦૭/૦૯/૨૦૨૬ (સોમવાર) થી માર્કેટિંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ પૂર્વવત શરૂ કરવામાં આવશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





