
દેશના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજકોટ એસ.ટી. વિભાગ હેઠળ કાર્યરત વાંકાનેર એસ.ટી. ડેપોમાં સમગ્ર વર્ષ દરમિયાન મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી, વાહનવ્યવહાર દરમિયાન એક પણ પ્રાણઘાતક અકસ્માત ન થવા દેવા બદલ રાજકોટ વિભાગીય કચેરી દ્વારા વાંકાનેર ડેપોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી છે…
સુરક્ષિત ડ્રાઇવિંગ અને કુશળ સંચાલન બદલ રાજકોટ વિભાગ દ્વારા વાંકાનેર ડેપોને પ્રશંસાપત્ર તેમજ રૂ. ૨૫,૦૦૦/- નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ વાંકાનેર કેન્દ્રમાં રાત-દિવસ ફરજ બજાવતા તમામ ડ્રાઈવર, કંડક્ટર, એડમિન સ્ટાફ, મિકેનિક વિભાગના કર્મચારીઓ અને અન્ય તમામ સહયોગીઓની સખત મહેનત અને નિષ્ઠાનું પરિણામ છે. ડેપોને મળેલું આ ઇનામ અને પ્રમાણપત્ર તમામ કર્મચારીને સમર્પિત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર એ. એન. પઢારીયાએ ગૌરવરૂપ સિદ્ધિ બદલ સર્વે કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




