
અંજુમને મોમીન ટ્રસ્ટ સંચાલિત મોહંમદી લોકશાળા અને મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ચંદ્રપુર ખાતે દેશભક્તિ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ટ્રસ્ટના પ્રમુખ શકીલએહમદ પીરજાદાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ભૂતપૂર્વ આચાર્ય શેરસીયા કથા ભાલારા સાહેબ, શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજો વિશે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા. ઉજવણીને પર્યાવરણ સાથે જોડતાં, કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે તમામ વિદ્યાર્થીઓએ રોપાઓનું જતન કરવાની અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લઈ પર્યાવરણ જાગૃતિનો ઉત્તમ સંદેશ પૂરો પાડ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



