Saturday, August 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જનસેવા કાજે બે સમાજસેવકોનું સન્માન કરાયું....

    વાંકાનેર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જનસેવા કાજે બે સમાજસેવકોનું સન્માન કરાયું….

    ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વાંકાનેર તાલુકા કક્ષાની ઉજવણીમાં દેશભક્તિના માહોલ વચ્ચે સમાજ ઉત્કર્ષ માટે નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા બે અગ્રણીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. તાલુકા વહીવટી તંત્ર દ્વારા સામાજિક અને જનસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર કામગીરી બજાવનાર પીપળીયા રાજ ગામનાં સમાજસેવક ઈલ્મુદીન દેકાવાડીયા અને વાંકાનેરના જયેન્દ્રસિંહ ઝાલાને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

    સમાજના વિવિધ વર્ગોના લોકોના પ્રશ્નોને વાંચા આપવા, તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા તેમજ લોકહિતના અવિરત કાર્યો કરવા બદલ વહીવટી તંત્ર દ્વારા આ બંને અગ્રણીઓની કામગીરીની પ્રશંસા કરી આ સન્માન એનાયત કરાયું હતું. આગામી સમયમાં પણ લોકોના હિત અને પંથકના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી ચાલુ રાખવાની બંનેએ કટિબદ્ધતા દર્શાવી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!