
વાંકાનેર તાલુકા પંચાયતના સભ્યો અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરઝાદા દ્વારા વાંકાનેર તાલુકા પંચાયત પરીસરમાં કાર્યરત સ્થાનિક ખેતીવાડી શાખાની મુલાકાત લઈ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી કામગીરીને વધુ વેગવંતી બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…

આ મુલાકાત દરમિયાન આગેવાનો દ્વારા ખેતીવાડી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી ખાસ કરીને ખેતીવાડી શાખાની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બને તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ખેડૂતોને મળવાપાત્ર વિવિધ સરકારી યોજનાઓ, સબસિડી તથા અન્ય ખેતીલક્ષી લાભો સમયસર મળી રહે અને વહીવટી કામગીરીમાં ખેડૂતોને સરળતા રહે તેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

હાલમાં ખેતીવાડી શાખામાં સ્ટાફની અછતને કારણે ખેડૂતોના કામોમાં થતા વિલંબને ધ્યાને રાખીને, કચેરીમાં જરૂરી મહેકમ વધારવા અને લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા માટે આગેવાનો દ્વારા યોગ્ય કક્ષાએ પત્રવ્યવહાર કરી લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે, જેથી ખેડૂતલક્ષી કામગીરીમાં કોઈ જ અડચણ ન આવે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



