Friday, August 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : લુણસરીયાની સીમમાં મસમોટી ખનીજચોરી પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડનો દરોડો, એક...

    વાંકાનેર : લુણસરીયાની સીમમાં મસમોટી ખનીજચોરી પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડનો દરોડો, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત….

    સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યું ને સેટેલાઈટમાં દેખાતી ખનીજચોરી પર રાજકોટની ટીમે સપાટો બોલાવ્યો, બે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી….

    વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ધમધમતી મસમોટી ખનીજચોરી પર રાજકોટની ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે અચાનક દરોડો પાડીને સપાટો બોલાવ્યો છે. સ્થાનિક તંત્રના નાક નીચે બેરોકટોક ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ કરી ટીમે એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…..

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામની સીમમાં ખનીજ માફિયાઓ દ્વારા એટલા મોટા પાયે ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું કે, તેના ખાડાઓ સેટેલાઈટ તસ્વીરોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા. આમ છતાં સ્થાનિક તંત્ર અજાણ હોવાનો ડોળ કરી રહ્યું હતું. આખરે, રાજકોટ રીજનલ મદદનીશ નિયામક અંકીત ભટ્ટને આ અંગેની ગુપ્ત બાતમી મળતા તેમના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ સીધી જ લુણસરીયા ગામની સીમમાં ત્રાટકી હતી….

    ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ખનન પ્રવૃત્તિ કરતા રંગેહાથ મશીનરીઓ ઝડપી પાડી હતી. સ્થળ પરથી ગેરકાયદેસર ખનન કરતા એક એક્સેવેટર મશીન અને ખનીજનું વહન કરતા એક ડમ્પર સહિત એક કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન ખાણ-ખનીજ વિભાગે બે મુખ્ય શખ્સો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક્સેવેટર મશીનના માલિક કરણાભાઈ ભાણાભાઈ ટોટા (રહે. લુણસરીયા) અને ડમ્પરના માલિક ભરતભાઈ રૈયાભાઈ બાંભવા (રહે. કેરાળા) સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

    હાલમાં ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા લુણસરીયા ગામની સીમમાં ખનીજ માફિયાઓ દ્વારા કેટલા વિસ્તારમાં અને કેટલી ઊંડાઈ સુધી ખનીજચોરી કરવામાં આવી છે તેની સચોટ માપણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માપણીનો રિપોર્ટ આવ્યા બાદ આ બંને શખ્સો સામે લાખો રૂપિયાની પેનલ્ટી (દંડ) ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની આ સીધી અને મેગા ડ્રાઈવથી વાંકાનેર પંથકમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!