વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ પોલીસે દરોડા પાડીને જુગાર રમતા કુલ ૬ શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ૩ શખ્સો પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩૫,૯૦૦ ની રોકડ રકમ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

પ્રથમ દરોડો : શક્તિપરામાં જુગારીઓમાં નાસભાગ….
વાંકાનેર સીટી પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાંકાનેર શહેર નજીક શક્તિપરા સ્કૂલ પાછળ આવેલી શેરીમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે અચાનક દરોડો પાડતા જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં પોલીસે સ્થળ પરથી જાહેરમાં જુગાર રમતા ૧. રાયસીંગભાઇ દિનેશભાઇ બાબરીયા (રહે. શક્તિપરા), ૨. આમીન મહેબુબભાઇ જેડા (રહે. મીલ પ્લોટ, વાંકાનેર)ને ઝડપી લીધા હતા જ્યારે અન્ય આરોપી ૧. રસિદભાઇ ઉર્ફે રઘુ બાબુભાઇ ચાવડા, ૨. સાહીલ હુશેનભાઇ પીપરવાડીયા, ૩. જાનમામદ ઉર્ફે જાનીયો આદમભાઇ સિંધી પોલીસને ચકમો આપી નાસી છૂટયા હતા. આ બનાવમાં પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૦,૮૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે…
બીજો દરોડો : વિનયગઢ ગામની સીમમાંથી ૪ ઝડપાયા….
વાંકાનેર તાલુકા પોલીસે વિનયગઢ ગામની સીમમાં કારીધાર પાસે આવેલી કૈલાસ પટેલની વાડીની બાજુમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગારની મહેફિલ માંડીને બેઠેલા આરોપી ૧. જીતેશભાઇ જીવરાજભાઇ ધાડવી (રહે. વિનયગઢ), ૨. ભુપતભાઇ માવજીભાઇ મકવાણા (રહે. વિનયગઢ), ૩. રમેશભાઇ માવજીભાઇ ચૌહાણ (રહે. સરોડી, તા. થાન) અને ૪. મહેશભાઇ ધમાભાઇ સારલા (રહે. રામપરા, તા. થાન)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૨૫,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





