Friday, July 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મેસરીયા ગામે નાની સિંચાઈ યોજનાના તળાવનો વાલ્વ બીજી વાર તોડાયો, ખેડૂતોમાં...

    વાંકાનેરના મેસરીયા ગામે નાની સિંચાઈ યોજનાના તળાવનો વાલ્વ બીજી વાર તોડાયો, ખેડૂતોમાં ભારે રોષ…..

    વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલી નાની સિંચાઈ યોજનાના તળાવના વાલ્વને કેટલાક આવારા તત્વો દ્વારા ફરી એકવાર તોડીને મોટું નુકસાન કરવામાં આવ્યું છે. પોતાના અંગત સ્વાર્થ માટે આચરવામાં આવેલા આ કૃત્યને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના મેસરીયા ગામે નાની સિંચાઇ યોજનાના તળાવમાં ગત વર્ષે આવારા તત્વો દ્વારા તળાવના વાલ્વને તોડી નાખવામાં આવ્યો હતો. જોકે, ગત વર્ષે ગ્રામજનો કે જવાબદાર સિંચાઇ વિભાગ દ્વારા આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. ફરિયાદ ન થવાને કારણે આવારા તત્વોના હોસલા વધી ગયા હોય તેમ, ચાલુ વર્ષે ફરી એકવાર વાલ્વ તેમજ આરસીસીના પિલર તથા સેફ્ટી ગ્રીલને તોડીને સરકારી મિલકત અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે…

    આ નુકસાની પહોંચાડવ પાછળ ખેડૂત વિરોધી હિતશત્રુઓનો હાથ હોય જેના કારણમાં તળાવમાંથી ખેડૂતો પોતાના પાક માટે પાણીનો ઉપયોગ ન કરી શકે તેવા ચોક્કસ અંગત ફાયદા અને દ્વેષભાવ સાથે આવારા તત્વોએ આ તોડફોડ કરી હોવાનું સામે આવી રહ્યું છે. ચોમાસા અને આગામી સીઝનમાં આ તળાવનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતું હોય છે, પરંતુ વાલ્વ તૂટી જવાને કારણે હવે ખેડૂતોને સિંચાઈનું પાણી મેળવવામાં મોટી મુશ્કેલી પડશે. પાણીના અભાવે ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે.

    ગત વર્ષે ઉદારતા દાખવ્યા બાદ આ વર્ષે ખેડૂતો અને સ્થાનિકો આરપારના મૂડમાં છે. ખેડૂતોના આર્થિક હિત સાથે ચેડાં કરનારા તત્વોને પાઠ ભણાવવા માટે આ વખતે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગ્રામજનોની માંગ છે કે પોલીસ આ મામલે કડક તપાસ કરે અને જવાબદારોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!