Sunday, July 5, 2026
More
    Homeમુખ્ય સમાચારગુજરાત કિસાન કોંગ્રેસની ‘ખેડૂત પદયાત્રા’ વાંકાનેર પંથકમાંથી પસાર થઈ, મોટી સંખ્યામાં ખેડૂતો...

    ગુજરાત કિસાન કોંગ્રેસની ‘ખેડૂત પદયાત્રા’ વાંકાનેર પંથકમાંથી પસાર થઈ, મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા…

    ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો, વિજ થાંભલા તથા વિજ લાઇનના વિવિધ પ્રશ્નો અને જમીનને લગતી સમસ્યાઓને વાચા આપવાના હેતુથી ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા કોંઢ ગામથી દ્વારકા સુધી ‘ખેડૂત પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા તાજેતરમાં વાંકાનેર તાલુકામાંથી પસાર થઈ હતી, જ્યાં સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા તેનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

    આ ખેડૂત પદયાત્રા વાંકાનેર તાલુકાના ઓળ ગામેથી પ્રવેશી માટેલ, રાણેકપર, પંચાસીયા, જડેશ્વર, કોઠારીયા તરફ આગળ વધી હતી, જેમાં ખેડૂતોના અધિકારો માટે પડતર પ્રશ્નો, વિજ લાઇન વળતર સહિતના મુદ્દે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યાં હતા.

    પદયાત્રા દરમિયાન યોજાયેલી નાની સભાઓમાં કિસાન કોંગ્રેસના નેતાઓ, બહોળી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો, અગ્રણીઓ અને સામાજિક આગેવાનો જોડાયા હતા અને ખેડૂત એકતાના નારા લગાવ્યા હતા.


    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!