Sunday, July 5, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ચંદ્રપુર નજીક હાઈવે પર કાર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારત બે...

    વાંકાનેરના ચંદ્રપુર નજીક હાઈવે પર કાર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારત બે યુવકો ઈજાગ્રસ્ત….

    વાંકાનેર-ચોટીલા હાઇવે પર ચંદ્રપુર બ્રીજ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ચોટીલા ખાતે પૂનમ ભરવા જઈ રહેલા બે શ્રમિક યુવકોના બાઈકને પાછળથી પૂરઝડપે આવતી ફોર વ્હિલર કારે ટક્કર મારતા બાઈક પર સવાર બંને યુવકો રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે…

    બાબતે પોલીસ ફરિયાદમાંથી મળતી વિગતો મુજબ, હાલ ટંકારાના ભુતકોટડા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની મનિષ સુરેશભાઇ બિલવાલ (આદિવાસી, ઉ.વ.૨૦) તેમના મિત્ર ઉદેશભાઇ સાથે પોતાનું સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ચોટીલા પૂનમ ભરવા માટે જઈ રહ્યા હોય દરમિયાન વાંકાનેર-ચોટીલા હાઇવે પર ચંદ્રપુર ગામ નજીક બ્રીજ પરથી નીચે ઉતરતા પાછળથી પૂરઝડપે આવતા ફોરવ્હિલ કાર નં. GJ-36-AL-0595ના ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા મનિષભાઈ અને ઉદેશભાઈ બંનેને શરીરે હેમરેજ તથા ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ આ બનાવમાં કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!