વાંકાનેર-મોરબી હાઇવે પર બેફામ દોડતા વાહનોને કારણે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં વાંકાનેરની નર્સરી ચોકડી પાસે પૂરઝડપે આવતી એક સ્કોર્પિયો કારે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક વૃદ્ધનું ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત નિપજ્યું છે, જેમાં અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ જતાં આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી ઘનશ્યામભાઈ બચુભાઈ વારેવડીયા (ઉ.વ. ૪૪, રહે. દાધોળીયા, તા. મૂળી)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, મૂળી તાલુકાના દાધોળીયા ગામના રહેવાસી બચુભાઈ પોતાનું મોટરસાઈકલ લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હોય દરમિયાન વાંકાનેર-મોરબી હાઇવે પર નર્સરી ચોકડી પાસે પહોંચતા પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી સ્કોર્પિયો કાર નંબર GJ-36-AJ-4450ના ચાલકે મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે ડ્રાઇવિંગ કરી ફરિયાદીના પિતાના બાઈકને જોરદાર ઠોકર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બચુભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને સ્કોર્પિયોનો ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો…
આ હૃદયદ્રાવક ઘટના અંગે મૃતકના પુત્ર ઘનશ્યામભાઈ વારેવડીયાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ફરાર સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ અકસ્માત સર્જીને મોત નિપજાવવા અંગેનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0





