Wednesday, May 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : મૈત્રી કરાર મામલે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ....

    વાંકાનેર : મૈત્રી કરાર મામલે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક મૈત્રી કરાર મામલે દાદા-પૌત્ર પર હુમલાના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોય, જે બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ છે, જેમાં ભત્રીજીએ કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખીને બે શખ્સોએ રસ્તામાં રીક્ષા આડી રાખી યુવકને આંતરી બે શખ્સોએ કુહાડી તેમજ લોખંડના પાઈપ વડે બેરહેમીપૂર્વક માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના લાલપર ગામે રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા ફરિયાદી સલીમભાઈ નુરમામદભાઈ બ્લોચ (ઉ.વ.૫૧)એ આરોપી ૧). મુરાદખાન અલિખાન પઠાણ તથા ૨). મુનિરખાન મુરાદખાન પઠાણ (રહે. બંને પાજ) વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની ભત્રીજી આરોપી મુરાદખાનના દિકરા નાસિર સાથે મૈત્રી કરાર કરી રહેતી હોય, જેનો ખાર રાખી ફરીયાદી ઝઘડો કરશે તેમ સમજી,

    ફરીયાદી મહિકાથી પોતાનું મોટરસાયકલ લઈને આવતા હોય ત્યારે લાલપર ગામે બીસ્મીલ્લાહ હોટેલ પાસે આરોપીઓએ ઉભા રાખી ફરીયાદીને કુહાડીનો ઉંધો ઘા માથાના ભાગે માર મારી તથા લોખંડના પાઈપ વડે શરીરે માર મારી ફરીયાદીને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!