
વાંકાનેર શહેર અને તાલુકામાં બનેલી બે અલગ-અલગ કરુણ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. એક બનાવમાં સિરામિક ફેક્ટરીમાં સેન્ટ્રીંગ કામ કરી રહેલા એક યુવકનું પહેલા માળેથી નીચે પટકાતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં બીમારીથી ત્રસ્ત એક વૃદ્ધે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સ્થાનિક પોલીસે બંને ઘટનાઓમાં નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે….


સરતાનપર રોડ પર સિરામિક ફેક્ટરીમાં અકસ્માત….
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલી ‘મોટો સ્ટોન સિરામિક ફેકટરી’માં કામ કરતા એક યુવકનું કામ દરમિયાન નીચે પડવાથી મૃત્યુ થયું છે, જેમાં જગદીશભાઈ સવજીભાઈ પરમાર (ઉં.વ. ૩૯, બુટાની વાડી, કન્યા છાત્રાલય રોડ, મોરબી) ફેક્ટરીના પહેલા માળે સેન્ટ્રીંગનું કામ કરી રહ્યા હોય દરમ્યાન અકસ્માતે સંતુલન ગુમાવતા તેઓ સીધા નીચે પટકાયા ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું…

બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા મનુભાઈ હરજીભાઈ બારૈયા (ઉં.વ. ૬૨) છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હોય જેનાથી કંટાળી જઈને તેમણે ગઈકાલે સવારના સમયે ઘરની પાસે આવેલા માતાજીના મઢમાં જઈને પંખા સાથે પટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બંને બનાવની પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




