
વાંકાનેર મામલતદાર કચેરી ખાતે કાયદાકીય કામ માટે આવેલા એક ખેડૂત યુવાનનું ધોળા દિવસે કારમાં અપહરણ કરી, સીમમાં લઈ જઈને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્નના મામલે ચાલી રહેલી અદાવતમાં યુવતીના પિતા અને અન્ય સગાંઓએ આ હુમલો કર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ મથકે નોંધાઈ છે…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (ઉં.વ. ૩૩, રહે. કાશીપર)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). કેશાભાઈ મનજીભાઇ લુંભાણી, ૨). વિપુલભાઈ લુંભાણી ૩). ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી, ૪). વિપુલભાઈની પત્ની, ૫). હંસાબેન કેશાભાઈ લુંભાણી, ૬). વાલજીભાઇ માવજીભાઈ લુંભાણી અને ૭). કરશનભાઈ (રહે. બધા કાશીપર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના કાકાના દીકરાએ આરોપી કેશાભાઈની દીકરીને ભગાડી જઈને પ્રેમલગ્ન કર્યા હોય, જેમાં આરોપીઓને એવી શંકા હતી કે રૂપાભાઈએ આ બંનેને ક્યાંક છુપાવીને રાખ્યા છે. આ શંકા અને અદાવત રાખીને આ હુમલાનો કરવામાં આવ્યો હતો….

જેમાં ફરિયાદી રૂપાભાઈ કોઈ કામ અર્થે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હોય, ત્યારે આરોપીઓએ ત્યાં ધસી આવીને તેમનું બળજબરીપૂર્વક કારમાં અપહરણ કરી દીઘલીયા ગામની સીમમાં લઈ જઇ રૂપાભાઈ પર કુહાડીના હાથા, લોખંડના સળિયા, પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરી શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચાડી હતી…
માર માર્યા બાદ આરોપીઓ રૂપાભાઈને ફરીથી કાશીપર ગામે લઈ ગયા હતા. જો આ મામલે પોલીસ કેસ કરશે તો આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને, આરોપીઓએ રૂપાભાઈને તેમના જ મોટરસાયકલ પર બેસાડી ઘરે છોડી દીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધ અપહરણ, હુમલો અને ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



