
આગામી અઢી વર્ષની પહેલી ટર્મ માટે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન….

વાંકાનેર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજરોજ નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ચુંટણી યોજાઈ હોય, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નં. ૦૨ ના ભાજપ સદસ્ય રમેશભાઈ વશરામભાઇ વોરા અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નં. ૦૫ ના ભાજપ સદસ્ય માધવીબેન દિપકભાઈ દવેની વરણી કરવામાં આવી છે….
આજરોજ યોજાયેલ ચૂંટણીમાં ચુંટાયેલા તમામ 28 સદસ્યો હાજર રહ્યા હોય, જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે રમેશભાઈ વોરાનો પ્રસ્તાવ રજૂ થયો હોય જેને 21 સદસ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે બસપા તરફથી મીનાક્ષીબેન વોરાને 7 સભ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી માધવીબેન દવેની બિનહરીફ વરણી કરવામાં આવી છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





