દેશમાં ચૂંટણીના પડઘમ શાંત થતાની સાથે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો ડામ લાગ્યો છે. છેલ્લા બે વર્ષથી સ્થિર રહેલા ઈંધણના ભાવમાં આજે સવારથી જ મોટો ઉછાળો જોવા મળ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર ₹ 3 નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે CNGના ભાવમાં પણ ₹ 2 નો વધારો ઝીંકાયો છે….


નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધઘટ છતાં છેલ્લા લગભગ 2 વર્ષથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નહોતો. પરંતુ 15 મે થી અમલી બનેલા આ નિર્ણયે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. સોશિયલ મીડિયા અને જાહેર સ્થળો પર લોકો આ વધારાને ચૂંટણીના પરિણામો સાથે જોડીને જોઈ રહ્યા છે…
સામાન્ય લોકોમાં એવી ચર્ચા છે કે, ચૂંટણી સમયે ભાવ સ્થિર રાખીને મતો મેળવ્યા બાદ હવે આ બોજ પ્રજા પર નાખવામાં આવ્યો છે. એક તરફ સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ નેતાઓ અને શાસકોની સુખ-સાહ્યબીમાં કોઈ ઘટાડો થયો નથી. ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, જેની સીધી અસર શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડશે….


નિષ્ણાતોનું માનવું છે કે ઈંધણના ભાવમાં આટલો મોટો વધારો થવાથી આગામી દિવસોમાં જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે, જે સામાન્ય જનતા માટે ‘ત્રાહિમામ’ પોકારવા જેવી સ્થિતિ પેદા કરશે. આ સાથે જ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલમાં હજુ પણ ભાવ વધારો આવવાની પુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



