Monday, May 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ધમલપર ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા....

    વાંકાનેરના ધમલપર ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા….

    વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ધમલપર ગામે જુગારનો દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ધમલપર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). મંગાભાઈ દેવજીભાઈ કરપૈયા (ઉં.વ. ૭૦, રહે. પંચવટી-૨, વાંકાનેર), ૨). રાજેશભાઈ કાળુભાઈ રાઠોડ (ઉં.વ. ૩૮, રહે. પંચવટી-૨, વાંકાનેર), ૩). રમેશભાઈ અમરશીભાઈ મેર (ઉં.વ. ૫૦, રહે. વાંકાનેર), ૪). રાજેશભાઈ વલ્લભભાઈ ઝીંઝરિયા (ઉં.વ. ૪૩, રહે. વાંકાનેર) અને ૫). ધીરુભાઈ ગાંડુભાઈ સનુરા (ઉં.વ. ૬૫, રહે. પંચવટી-૨, વાંકાનેર) રોકડ રકમ સહિત કુલ રૂ. ૬,૧૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!