આજના આધુનિક સમયમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વાંકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજ માટે એક ગૌરવરૂપ સિદ્ધિ સમાન સૌપ્રથમ ઇંગ્લિશ સ્કૂલનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે વાંકાનેરના મિતાણા રોડ પર તીથવા ગામના બોર્ડ પાસે ‘દારુલ મદીના ઈંગ્લીશ સ્કૂલ’ માટે ખરીદવામાં આવેલી જમીન પર એક નવા અને ભવ્ય બિલ્ડિંગના સંગે બુનિયાદ (પાયાવિધી/ખાતમુહૂર્ત)ના શાનદાર કાર્યક્રમનું આજરોજ સોમવારે રાત્રીના ઈશાની નમાઝ બાદ આયોજન કરવામાં આવ્યું છે….

આ રૂહાની અને શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆતમાં મુબલ્લિગે દાવતે ઇસ્લામી દ્વારા ખાસ બયાન (ધાર્મિક પ્રવચન) ફરમાવવામાં આવશે. ત્યારબાદ પવિત્ર સાદાતે કિરામ, ઉલમાએ કિરામ, મુબલ્લિગો તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનોના મુબારક હસ્તે નવી સ્કૂલ ભવનનું સંગે બુનિયાદ કરવામાં આવશે...

આયોજકોના જણાવ્યા અનુસાર, એક વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર આ આલીશાન અને આધુનિક શૈક્ષણિક સંકુલ આવનારી પેઢીઓ માટે શિક્ષણનું એક ઉત્તમ કેન્દ્ર બની રહેશે. દીની (ધાર્મિક) અને દુન્યવી (આધુનિક) શિક્ષણના સમન્વયથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે આ એક મહત્વપૂર્ણ કદમ છે. આ પવિત્ર અને ઐતિહાસિક સંગે બુનિયાદ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજરી આપી સવાબના હકદાર બનવા માટે તમામ મુસ્લિમ બિરાદરોને ખાસ દાવત (આમંત્રણ) આપવામાં આવી છે. શિક્ષણના આ મહાન કાર્યમાં સહભાગી થઈ સમાજનું ગૌરવ વધારવા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






