Tuesday, April 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ : આજે પરિણામનો દિવસ, બપોર સુધીમાં રાજકીય...

    વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ : આજે પરિણામનો દિવસ, બપોર સુધીમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે…

    વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે થયેલા મતદાન બાદ આજે ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને આતુરતાનો માહોલ છે, ત્યારે આજે સવારથી જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. કયા પક્ષના ઉમેદવાર મેદાન મારશે તેને લઈને લોકચર્ચાએ જોર પકડ્યું છે. મતદાન પુર્ણ થયું ત્યારથી રાજકીય પંડિતો આંકડાઓ માંડી રહ્યા છે, પરંતુ નગરપાલિકા સિવિલ તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયતમાં કોઈપણના આંકડા સ્પષ્ટ બંધ બેસતા ન હોવાનું જણાઇ રહ્યું છે…

    આજે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ ઈવીએમ (EVM) માં કેદ કરેલા જનમતની ગણતરી થવાની છે. કુલ ૫૪ બેઠકો પર મતગણતરી હાથ ધરાશે, જેમાં વાંકાનેર તાલુકા પંચાયતની ૨૪ બેઠકો, વાંકાનેર નગરપાલિકાની ૨૩ બેઠકો અને મોરબી જિલ્લા પંચાયત (વાંકાનેર વિસ્તાર)ની ૭ બેઠકો માટે સવારે નવ વાગ્યાથી અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે મતગણતરી શરૂ થશે…‌‌

    ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં અને પારદર્શક રીતે મતગણતરી પૂર્ણ થાય તે હેતુથી મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

    સવારે ૯ વાગ્યે મતપેટીઓ ખુલતાની સાથે જ શરૂઆતી વલણો આવવાના શરૂ થઈ જશે. રાજકીય પક્ષોના કાર્યકરો, ઉમેદવારો અને સમર્થકોમાં હાર-જીતને લઈને ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બપોર સુધીમાં મોટાભાગની બેઠકોના પરિણામો જાહેર થઈ જશે અને વાંકાનેરમાં સત્તાનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!