
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે મોરબી તાલુકા પોલીસ એક્શન મોડમાં આવી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા કડક કાર્યવાહી હાથ ધરતા, વાંકાનેરના ચંદ્રપુર ગામના એક શખ્સની પાસા (PASA) એક્ટ હેઠળ અટકાયત કરી તેને જૂનાગઢ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે….


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની બદીને ડામવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોય, જે અંતર્ગત દારૂના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા મહમદફીરદોશભાઇ મુનાફભાઇ જુણેજા (રહે. ચંદ્રપુર, હુસૈની ચોક, સરકારી પ્રાથમિક શાળા પાસે, તા. વાંકાનેર) સામે
પોલીસે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મંજૂરી અર્થે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતાં આરોપી મહમદફીરદોશભાઇ સામે પાસા વોરંટ ઇશ્યૂ થતા મોરબી તાલુકા પોલીસે આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




