Sunday, April 12, 2026
More
    Homeમુખ્ય સમાચારફિલ્મી દ્રશ્યો : વાંકાનેર પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતા બુટલેગર 4.85...

    ફિલ્મી દ્રશ્યો : વાંકાનેર પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતા બુટલેગર 4.85 લાખનો વિદેશી દારૂ રેઢો મૂકી ફરાર….

    વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી એક કારનો ફિલ્મી ઢબે પીછો કરતા, પોલીસથી બચવા માટે બુટલેગર એક બાઈક ચાલકને અડફેટે લઈ, લાખો રૂપિયાનો દારૂ ટ્રેક્ટરની ટ્રોલીમાં રેઢો મૂકીને નાસી છૂટ્યો હોવનો બનાવ સામે આવ્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન વિદેશી દારૂની હેરાફેરી અંગે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હોય, જેના આધારે પોલીસે વઘાસીયા ટોલનાકા પાસે વોચ ગોઠવતા અહીંથી બાતમી મુજબ વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ જતી ક્રેટા કાર નંબર GJ 36 AP 9297 ને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોલીસને જોતાં જ કાર ઊભી રાખવાના બદલે પૂરપાટ ઝડપે મોરબી તરફ ભગાવી મૂકી હતી….

    પોલીસથી બચવા ભાગવાની લ્હાયમાં આ કાર ચાલકે રસ્તામાં એક બાઈક નંબર GJ 36 K 9423 ને હડફેટે લેતા બાઈકને નુકસાની પહોંચી હતી. બીજી તરફ, પાછળ પોલીસ સતત પીછો કરી રહી હોવાનું જાણી ગયેલા બુટલેગરે આગળ જતાં રાણેકપર ગામમાં આવેલી સહકારી મંડળી પાસે એક ટ્રેક્ટરની ટ્રોલીમાં બિયર અને દારૂનો જથ્થો રેઢી હાલતમાં ઉતારી અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 1814 બોટલો તથા 61 નંગ બિયરના ટીન મળી આવતાં પોલીસે રૂ. 4,85,060 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલા ક્રેટા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ફરાર બુટલેગરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!