રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે. પરંતુ હવે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મહિલાઓ પણ સક્રિય થઈ રહી હોવાનો ચોંકાવનારો કિસ્સો વાંકાનેરથી સામે આવ્યો છે. જેમાં વાંકાનેરની અમરસર ફાટક નજીકથી પોલીસે પેસેન્જર ઇકો કારમાં મુસાફરી કરી વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી કરતા જામનગરની બે મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર પોલીસની ટીમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અનુસંધાને પેટ્રોલીંગમાં હોય, દરમ્યાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે પોલીસે અમરસર ફાટક પાસેથી પસાર થતી એક પેસેન્જર ઇકો કારને રોકી તલાશી લેતા ઈકોમાં મુસાફરી કરતી બે મહિલાઓ પાસે રહેલા વિમલના થેલામાં તેમજ કોલેજ બેગમાંથી 4 નંગ વિદેશી દારૂની બોટલ તથા 107 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 27,540 ના મુદ્દામાલ સાથે પોલીસે મહિલા આરોપી જેનબબેન ઇસ્માઇલભાઇ સીધી (ઉંમર વર્ષ ૬૦) અને શહેનાઝબેન અલ્લારખાભાઇ ગજીયા (ઉંમર વર્ષ ૩૫, રહે બંને : ગરીબનગર, પાણાખણ, પંચશીલ મીલની બાજુમાં, ઢીંચળા રોડ, જામનગર)ને રંગે હાથ ઝડપી પાડી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




