વાંકાનેર શહેરની તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ કોઠી ગામના યુવાનનું ૨૫ હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે….

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા ફરિયાદી જફરુદીનભાઇ અલીભાઇ શેરસીયા નામના યુવાને પોતાનું હોન્ડા ડ્રીમ યુગા બાઇક નં. GJ 03 FL 1359 (કિંમત રૂ. ૨૫,૦૦૦) કોઈ કામ સબબ વાંકાનેર શહેરની તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ હોય, જેની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી જતાં આ મામલે યુવાને વાંકાનેર સીટી પોલીસમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




