Sunday, April 5, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક લિંબાળાની ધાર ખાતે મદાર ટ્રસ્ટ દ્વારા 11 દિકરીઓના ભવ્ય...

    વાંકાનેર શહેર નજીક લિંબાળાની ધાર ખાતે મદાર ટ્રસ્ટ દ્વારા 11 દિકરીઓના ભવ્ય સમુહલગ્ન યોજાયા….

    વાંકાનેર શહેર નજીક લિંબાળાની ધાર ખાતે આજરોજ રવિવારે મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારના 11 દિકરા-દિકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કોમી એકતા સાથે બહોળી સંખ્યામાં હિંદુ-મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડી નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા….

    આ તકે દાતાઓના સહયોગથી દિકરીઓને વિશાળ કરિયાવર આપવામાં આવ્યો હતો. જેમાં નવદંપતીઓને ભેટ સ્વરૂપે પલંગ, પથારી, ફ્રીજ, સોનાના દાણા સહિત અંદાજે 155 જેટલી ઘરગથ્થુ અને રસોડાની જરૂરી સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે ઈમ્તિયાઝ પઠાણ, સુફી સંત અમીન મોલાના, સાવલીથી અસગર અલી બાપુ અને જોધપરથી સૈયદ કરીમ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંચ પરથી તમામ દાતાઓ અને મહેમાનોનું શિલ્ડ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું…

    આ પવિત્ર અને માંગલિક પ્રસંગમાં આશરે ૨૫૦૦થી વધુ લોકોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી. આ ભવ્ય આયોજન મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જહાંગીર શાહ બાપુ (થાન વાળા), આરીફ દીવાન (પત્રકાર), યાસીન રાઠોડ (વાંકાનેર), ઈર્શાદ માથકીયા સહિતનાના માર્ગદર્શન હેઠળ પુર્ણ થયું હતું…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!