ન્યાયિક પ્રક્રિયામાં રૂકાવટ ઉભી કરનારા અને કોર્ટના જાહેરનામાની અવગણના કરનારા તત્વો સામે વાંકાનેરની પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કોર્ટના આદેશનો સતત અનાદર કરવા બદલ પાટણ જિલ્લાના એક શખ્સ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબનો એક કેસ ચાલી રહ્યો હોય, જેમાં આરોપી મહાદેવભાઈ ખેમાભાઈ યોગી (રહે. બસપા, તા. સમી, જી. પાટણ) લાંબા સમયથી કોર્ટની મુદતોમાં હાજર થતા ન હોય, જેને પગલે નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૮૨ મુજબ જાહેરનામું બહાર પાડી તેમને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું….
કોર્ટના રેકોર્ડ મુજબ, ગત ૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આરોપી વિરુદ્ધ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાની વિધિવત બજવણી પણ થઈ ચૂકી હોય છતાં, આરોપી નિર્ધારિત મુદતે કોર્ટમાં હાજર રહ્યા નહોતા અને જાણીજોઈને ન્યાયિક પ્રક્રિયાની અવગણના કરી કોર્ટના આદેશનો ઉલાળિયો કર્યો હતો.
આરોપીના આ ઉદ્ધત વર્તન અને કોર્ટના આદેશના સીધા અનાદરને કોર્ટે અત્યંત ગંભીરતાથી લીધો છે. જેના પગલે કોર્ટના બેન્ચ ક્લાર્ક ભગીરથસિંહ હરદેવસિંહ ઝાલા દ્વારા આરોપી મહાદેવભાઈ યોગી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




