વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ (SHE TEAM) દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલા આઠ વર્ષના માસૂમ બાળકને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. ૨૧/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ચોટીલા પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાનના ઇન્ચાર્જ (૧૧૨)ને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી એક અજાણ્યો સગીર બાળક મળી આવ્યો હતો. બાળક એકલો હોવાથી તેને તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.

આ અંગે વાંકાનેર પોલીસની ‘શી ટીમ’ને જાણ કરવામાં આવતા ટીમે બાળકને વિશ્વાસમાં લઈને તેનું કાઉન્સેલિંગ બાળકની ઓળખ મેળવી હતી. જેમાં બાળકનું નામ દેવેન્દ્ર ફતેહલાલ ગામેતી (ઉ.વ. ૮, મૂળ વતન, ભાટ, તા. ઘોઘુંદા, જિ. ઉદયપુર, રાજસ્થાન, હાલ રહે. વાંકાનેર બાઉન્ડ્રી પાસે કારખાનામાં તેના માસી ચંપાબેન અને માસા વેણીરામ ગામેતી સાથે) હોય અને તે પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર અચાનક નીકળી ગયો હતો અને રસ્તો ભૂલી ગયો હતો.

બાળકની હકીકત જાણ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસની ‘શી ટીમે’ તાત્કાલિક બાળકના માસા વેણીરામ શાંતિલાલ ગામેતી (હાલ રહે. જયસ્ટોન વસુંધરા, તા. વાંકાનેર) નો સંપર્ક સાધી બાળકને હેમખેમ તેમના હવાલે કરવામાં આવ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



