Sunday, March 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં વિદેશી દારૂ-બિયરનું વેચાણ કરતા પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો...

    વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં વિદેશી દારૂ-બિયરનું વેચાણ કરતા પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો….

    વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં ડબલ ચાલી ખાતે સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ ગેરકાયદેસર વેપારમાં તેનો પુત્ર પણ સામેલ હોવાનું ખૂલ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે…

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સિટી પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હોય કે, મિલ પ્લોટ વિસ્તારમાં પિતા-પુત્ર ભેગા મળીને વિદેશી દારૂ અને બિયરના વેચાણનો ગોરખધંધો ચલાવી રહ્યા છે, જેના આધારે પોલીસે ડબલ ચાલી વિસ્તારમાં દરોડો આરોપી રાજેશભાઇ કાનજીભાઈ કોરડીયા (ઉ.વ. ૪૫) ને 6 નંગ વિદેશી દારૂની બોટલ તથા 10 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 8,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

    આ બનાવમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી રાજેશે કબૂલાત આપી હતી કે, તેનો પુત્ર શ્રવણ ઉર્ફે મોટો રાજેશભાઇ કોરડીયા આ દારૂ અને બિયરનો જથ્થો બહારથી લાવી આપતો હોય અને પોતે તેનું છૂટક વેચાણ કરતો હતો. જેથી પોલીસે દરોડા સમયે પુત્ર શ્રવણ હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર (વોન્ટેડ) દર્શાવી બંને પિતા-પુત્ર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!