વાંકાનેર પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિચિત શખ્સે હોસ્પિટલના ખર્ચનું બહાનું કાઢીને અસલી હોલમાર્કવાળા સોનાના દાગીના બતાવીને ભોગ બનનાર પરિવાર પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી તેના બદલામાં નકલી દાગીના પધરાવીને તેના બે સાગરીતો સાથે ફરાર થઈ ગયો હોય, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સતિશભાઇ હરસુખલાલ ચારોલીયા (ઉ.વ.૨૫, રહે. ડો દેલવાડીયા સાહેબના દવાખાના સામે, વાંકાનેર)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી રામકુભાઇ માથાસુરીયા (રહે.અમરેલી) તથા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી રામકુભાઈ માથાસુરિયા નામના શખ્સે ફરિયાદીની બહેન ઉમાબેન સાથેના પરિચયનો લાભ મેળવી હોસ્પિટલના કામ માટે પૈસાની સખત જરૂર હોવાનું બહાનું કાઢી, પોતાની પત્નીના સોનાના દાગીના વેંચવા માટે ફરિયાદીનો સંપર્ક કરી,
ગત તા. ૨૩/૦૧/૨૦૨૬ ના રોજ ચોટીલા ખાતે શનિદેવના મંદિર પાસે આરોપી રામકુ અને તેના બે અજાણ્યા સાગરીતો બાઇક નં. GJ-14-BC-6749 પર આવી ફરિયાદી અને તેમના માતા સનુબેનને અસલી હોલમાર્કવાળા દાગીના (બુટ્ટી, કડીઓ અને પેન્ડલ સેટ) તથા તેનું પાકું બિલ બતાવીને આઠ લાખની કિંમતના દાગીનાનો સોદો પાંચ લાખ રૂપિયામાં નક્કી કર્યા બાદ, વાંકાનેર બાઉન્ડ્રી નજીક ખોડિયાર ટી સ્ટોલ પાસે ફરિયાદીએ પાંચ લાખ રૂપિયા રોકડા ચૂકવતા પૈસા મળતા જ આરોપીઓએ અસલી દાગીનાને બદલે નકલી અને હોલમાર્ક વગરના દાગીનાની પોટલી ફરિયાદીને પધરાવી ત્રણેય ગઠિયાઓ બાઇક પર સ્પીડમાં ફરાર થઈ ગયા હતા. જેથી આ ઠગાઇના બનાવ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



