Friday, March 13, 2026
More
    Homeમુખ્ય સમાચારદારૂની રેલમછેલ : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકમાંથી 2.18 કરોડનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો...

    દારૂની રેલમછેલ : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકમાંથી 2.18 કરોડનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો….

    મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા-રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરી કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે કુલ 2,18,55,560 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે…

    બાબતે મળતી માહિતી મુજબ મોરબી LCB ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ડ્રી નજીક હાઈવે માર્ગે એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો હોય, જેના આધારે પોલીસ ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક સુગર એન્ડ સ્પાઈસ હોટલ સામે પર વોચ ગોઠવી હોય દરમિયાન શંકાસ્પદ બંધ બોડીવાળો ટ્રક પસાર થતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં ફુડ શોર્સની ખોટી બિલ્ટીની આડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો….

    પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાંથી 28,584 નંગ વિદેશી દારૂની બોટલો અને 3,168 નંગ બિયરના ટીન જેની કિંમત રૂ. 1,93,47,360 નો જંગી જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત પોલીસે એક ટ્રક નં. RJ 14 GP 4506, રોકડ રકમ રૂ. 3,200 તથા એક મોબાઈલ ફોન સહિત કુલ ₹ 2,18,55,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

    આ મામલે પોલીસે ટ્રક ચાલક લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઝહેરાઝ, ઉદયપુર, રાજસ્થાન)ને સ્થળ પરથી ઝડપી લીધો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો શખ્સ, વાહન નંબર RJ-14-GP-4506 નો માલિક અને જથ્થો મેળવનાર અજાણ્યો શખ્સનો સમાવેશ થાય છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!