વાંકાનેર તાલુકાના સિંધાવદર અને ખીજડીયા ગામ વચ્ચે કુવાડવા રોડની સાઈડમાં પડતર જગ્યામાંથી આજરોજ બપોરના સમયે એક અજાણ્યા અંદાજે 30 થી 35 વર્ષીય પુરુષની બિનવારસી લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક લોકો દ્વારા દુર્ગંધ આવતા સ્થળની તપાસ કરવામાં આવી હતી, જેમાં કોહવાયેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળતા તાત્કાલિક બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ સ્થળનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી….

હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતદેહ કોહવાયેલી અને શંકાસ્પદ હાલતમાં હોય, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બનાવ થોડા દિવસો અગાઉ બન્યો હોઈ શકે. હાલમાં મૃતકની ઓળખ થઈ શકી નથી માટે પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી, મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે….

બનાવ અનુસંધાને પોલીસે આજુબાજુના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કરી મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સમગ્ર ઘટના શંકાસ્પદ હોવાથી પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



