Sunday, March 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર સિટી પોલીસમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા બે બુટલેગરોને પાસા તળે જેલ...

    વાંકાનેર સિટી પોલીસમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા બે બુટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયાં….

    વાંકાનેર સિટી પોલીસ દ્વારા પ્રોહીબિશનના ગુનામાં વારંવાર સંડોવાતા બે બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં જાહેર શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર બંને આરોપીઓને પાસા (PASA) હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી દિપાલ મુકેશભાઇ સંખેસરીયા (ઉ.વ. ૨૨, રહે. હરસિદ્ધિ હોટલની બાજુમાં, વાંકાનેર) સામે પાસાં વોરંટ ઇસ્યુ થતાં પોલીસે આરોપીની અટકાયત કરી તેને ભાવનગર જેલ હવાલે તેમજ અન્ય આરોપી ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામી (ઉ.વ. ૨૩, રહે. કેરાળા, તા. વાંકાનેર) સામે પણ પાસા વોરંટ ઇસ્યુ થતાં તેને જુનાગઢ જેલ ખાતે જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!