વાંકાનેર પંથકમાં પોલીસે માટેલ વિસ્તારમાં બે દરોડા તથા રસીકગઢ ગામે એક એમ કુલ ત્રણ દેશી-વિદેશી દારૂના દરોડા પાડી દારૂના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર સહિત ચાર ઇસમોને ઝડપી લીધા છે….

પ્રથમ દરોડામાં પોલીસે માટેલ નજીક વિકાસ રેસિડેન્સી પાસેથી આરોપી જયદીપસિંહ હરિશ્ચંદ્રસિંહ ઝાલા (રહે.મકનસર) ને વિદેશી દારૂની 24 બોટલ (કિંમત રૂપિયા ૨૬,૪૦૦) સાથે ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનાર આરોપી અશોક હીરાભાઈ ડાભી (રહે. નવા ઢુંવા)નું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો….
જ્યારે બીજા દરોડામાં પોલીસે માટેલ ગામની સીમમાં બ્રાવેટ કારખાના નજીકથી આરોપી રવિ દેવશીભાઈ કુંકાવા (રહે. વિરપર) તેમજ એક કાયદાનાં સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાઈક પર દેશી દારૂની હેરફેર કરતા ઝડપી પાડી 100 લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૨૦,૦૦૦) તેમજ બાઈક સહિત કુલ રૂ. 60,000 ના મુદ્દામાલ ઝડપી પાડી હાજર નહિ મળી આવેલ દારૂ મંગાવનાર આરોપી લાભુભાઈ ઝવેરભાઈ માથાસુરીયા (રહે.માટેલ) વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

ત્રીજા દરોડામાં પોલીસે વાંકાનેરના રસીકગઢ રોડ પરથી આરોપી લાલુભાઇ મુકેશભાઇ પાંચાલ (ઉ.વ.૨૬) ને બાઇક પર આઠ લિટર દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 70,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



