વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપરથી સમથેરવા વચ્ચે ચાલતી વિજ પરીવહન લાઇનની કામગીરી દરમ્યાન મોટાપાયે ચોરી અને નુકસાનની ઘટના સામે આવી છે. જેમાં વઘાસીયા ગામથી સમથેરવા ગામ સુધી ઓપેરા એનર્જી પ્રા. લી. કંપની દ્વારા સોલાર/વિન્ડ ઊર્જા પરથી વિદ્યુત ઉત્પાદન માટે વિજ પરીવહન લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન સાઇટ પર રખાયેલો કિંમતી સામાન તસ્કરોના નિશાને ચડ્યો હતો…

જેમાં છેલ્લા ત્રણ માસમાં અલગ–અલગ સમયે કુલ 3680 મીટર એલ્યુમિનિયમ વાયર (કન્ડક્ટર) જેની અંદાજિત કિંમત રૂ. ૧૧,૦૪,૦૦૦ થાય છે, તે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરી લઈ જવામાં આવ્યો હોય તેમજ સ્ટ્રિંગિંગ કરાયેલ 1770 મીટર એલ્યુમિનિયમ વાયર (કન્ડક્ટર), જેની કિંમત રૂ. ૫,૩૧,૦૦૦ કોઈએ કાપીને ટુકડા કરી નાંખી ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કંપનીના કર્મચારી જયેશભાઇ મધુભાઇ સાંજવા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના પરથી પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે….
વાંકાનેરના માટેલ રોડ પર પાર્ક કરેલ બાઇકની ચોરી…
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર અમરધામ મંદિર પાસે સનહાર્ટ સીરામીક સામે પ્રયાગ કોમ્પલેક્ષમાં આઇ શ્રી કર્ણીજ્યોત નામની દુકાન સામે ફરિયાદી પંકજભાઇ વશરામભાઇ ગાંભવા (રહે. મોરબી)એ પોતાનું હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ-36-C-5510 (કિંમત રૂ. ૨૫,૦૦૦) પાર્ક કરેલ હોય, જેની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




