Saturday, February 28, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં વરણી સામે ચુંવાળીયા કોળી સમાજમાં અસંતોષ, વાંકાનેર ખાતે...

    મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં વરણી સામે ચુંવાળીયા કોળી સમાજમાં અસંતોષ, વાંકાનેર ખાતે આગેવાનોની બેઠક યોજાઇ….

    તાજેતરમાં જાહેર થયેલ ભારતીય જનતા પાર્ટીના મોરબી જીલ્લા સંગઠનમાં હોદેદારોની વરણીને લઈને ચુંવાળીયા કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જે મુદ્દે વાંકાનેર તાલુકાના ચુંવાળીયા કોળી સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક વાંકાનેરના ધમલપર ગામે ગેલ માતાજી મંદિર ખાતે યોજાઈ હતી….

    આ બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, મોરબી જિલ્લામાં તેમજ વાંકાનેર વિધાનસભામાં ચુવાળીયા કોળી સમાજ નોંધપાત્ર મતદાન ધરાવતા હોય તેમજ વર્ષોથી ભાજપ પ્રત્યે વફાદાર હોય છતાં પણ જિલ્લા સંગઠનમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. ભૂતકાળમાં પણ સમાજ સાથે અન્યાય થયાનો ઉલ્લેખ કરી તાજેતરની વરણીને તેનું તાજું ઉદાહરણ ગણાવવામાં આવ્યું હતું….

    આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા-જીલ્લા પંચાયત તથા નગરપાલિકાની બેઠકો પર સમાજને ટિકિટ આપવામાં આવે તેમજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચુવાળીયા કોળી સમાજમાંથી નિમણૂક કરવામાં આવે તેવી માંગ બેઠકમાં ઉઠી હતી. બેઠક દરમિયાન આગામી દિવસોમાં ચુવાળીયા કોળી સમાજનું મહાસંમેલન યોજવાની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

    આ બેઠકમાં પરસોતમભાઈ બાવરવા, જયંતિભાઈ મદ્રેસાણીયા,
    પ્રભુભાઈ વીંજવાડિયા, દેવજીભાઈ કુણપરા, બચુભાઈ કુણપરા, અરવિંદભાઈ અબાસાણીયા, મયુર ઠાકોર, રાજનભાઈ ડૈણીયા, વિજયભાઈ ઉકેડિયા, રમેશભાઈ સારલા, હેમંતભાઈ કુણપરા, જીવરાજભાઈ સારલા, સવજીભાઈ અબાસાણીયા, પ્રવિણભાઈ સરવાડીયા, મનસુખભાઈ સેટાણીયા, ધનજીભાઈ દેત્રોજા, ભવાનભાઈ દેત્રોજા, જકસીભાઈ કુનતિયાં, મહેશભાઈ અઘારા, લઘુભાઈ, મહેશભાઈ પલસાડી, જગદીશભાઈ સુરેલા, મંગાભાઈ ઉઘરેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઘટનાક્રમને પગલે વાંકાનેર વિસ્તારમાં ચુવાળીયા કોળી સમાજમાં રાજકીય સ્તરે ભારે ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

     

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!