Tuesday, February 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જોધપર ગામે બાળકોના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, બે ઇસમો પરિવાર...

    વાંકાનેરના જોધપર ગામે બાળકોના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, બે ઇસમો પરિવાર પર ધોકા વડે તુટી પડ્યા….

    વાંકાનેર તાલુકાના જોધપર ગામમાં નાના બાળકોના મામૂલી ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા બે પરિવારો સામસામે આવી ગયા હતા. જેમાં બે ભાઇઓ ધોકા વડે એક પરિવાર પર તુટી પડતાં આ હિંસક અથડામણમાં એક જ પરિવારના ચાર સભ્યોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જે અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જોધપર ગામે રહેતા ફરિયાદી રિઝવાન મામદભાઈ શેરસિયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી અબ્દુલભાઇ હુસેનભાઇ શેરશીયા અને મકબુલભાઇ હુસેનભાઇ શેરશીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પુત્રને આરોપીઓના પુત્રો અવારનવાર હેરાન-પરેશાન કરતા હોય, જે બાબતનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે ફરિયાદી રિઝવાનભાઈ સામા પક્ષે વાતચીત કરવા જતાં મામલો બિચક્યો હતો…

    જે બાદ ફરિયાદી પોતાના ઘરે હોય ત્યારે ઉપરોક્ત બંને આરોપીઓ ધોકા સાથે તેમના ઘરે ધસી આવી ફરિયાદી પર હુમલો કરી માર મારવા લાગતા તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના માતા, પિતા અને પત્નીને પણ આરોપીઓએ બેફામ માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!