વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેર નજીક લિંબાળાની ધાર પાસે નેશનલ હાઇવે પર વેગેનાર કારમાં વિદેશી દારૂના 109 નંગ ચપલાની હેરાફેરી કરવા નીકળેલા ગારીયા ગામના યુવાનને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે નેશનલ હાઇવે પર કેનેડી કોમ્પલેક્ષ સામે ખુલ્લા મેદાનમાંથી વેગેઆર કાર નં. GJ 36 AL 2554 ના ચાલક રાજદીપસિંહ રઘુરાજસિંહ વાળા (ઉંમર વર્ષ 25, રહે. ગારીયા) નામના યુવાનને 109 નંગ વિદેશી દારૂના ચપલા (કિંમત રૂ. ૮,૭૨૦) સાથે રંગે હાથ ઝડપી પાડી, આરોપી પાસેથી કાર તથા વિદેશી દારૂ સહિત 2,58,720 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



