Sunday, February 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસીયા ટોલનાકે ફરી બબાલ : ધાક-ધમકી આપી ગેરકાયદેસર ટોલ બાયપાસ કરવા...

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ફરી બબાલ : ધાક-ધમકી આપી ગેરકાયદેસર ટોલ બાયપાસ કરવા મામલે વધુ એક ફરિયાદ નોંધાઇ….

    વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલપ્લાઝા ખાતે ગેરકાયદેસર રીતે ટોલ બાયપાસ કરવા મામલે ફરી એક વખત બબાલ સર્જાઇ છે, જેમાં સ્થાનિક વઘાસીયા ગામના એક ઇસમ દ્વારા ટોલ ભરીયા વગર વાહનો પસાર કરાવવા તેમજ ટોલ સ્ટાફને ધાક-ધમકી આપવા મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે….

    આ મામલે વઘાસીયા ટોલનાકાના મેનેજર મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (ઉ.વ. ૩૭)એ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી જયરાજસિંહ (હરસિદ્ધિ હોટલ વાળા, રહે. વઘાસીયા) દ્વારા અવારનવાર અલગ અલગ ટ્રકોને વઘાસીયા ટોલપ્લાઝા પરથી ટોલ ચૂકવ્યા વગર પસાર કરાવવામાં આવતા હોય, જેથી આ બાબતે ટોલ મેનેજર તથા ટોલબુથના સ્ટાફ દ્વારા વિરોધ કરવામાં આવતા આરોપીએ બોલાચાલી કરી ઝગડો કરી જોઈ લેવાની ધમકીઓ આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે….

    આ ઉપરાંત, ડમ્પર ટ્રક નંબર GJ-36-V-5208 નો ચાલક અવારનવાર પોતાનો ટ્રક પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી માનવજીવનને જોખમમાં મુકી ટોલબુથ તેમજ ટોલના બેરીકેટને નુકસાન પહોંચાડી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે Government of India દ્વારા NHAI ને આપવામાં આવેલ નોટિફીકેશન G.S.R. 838(E) નો સ્પષ્ટ ભંગ થયો હોય, જેથી ટોલ સંચાલન તરફથી પોલીસ ફરિયાદ નોંધાવતા બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!