Tuesday, March 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લાલપર ગામની સીમમાં કેનાલમાં ડુબી જવાથી સાડા ત્રણ વર્ષિય માસુમ બાળકનું...

    વાંકાનેરના લાલપર ગામની સીમમાં કેનાલમાં ડુબી જવાથી સાડા ત્રણ વર્ષિય માસુમ બાળકનું કરૂણ મોત….

    વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાંથી પસાર થતી મચ્છુ ડેમની કેનાલ પાસે ગઇકાલે સાંજના સમયે રમતો એક સાડા ત્રણ વર્ષિય બાળક રમત રમતમાં કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી બાળકનું કરુણ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ મામદહુશેનભાઇ જલાલભાઇ મોમીનની વાડી નજીકથી પસાર થતી મચ્છુ ડેમની કેનાલ પાસે ગઇકાલ સાંજના સમયે અહીં વાડીએ રહી ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના સાડા ત્રણ વર્ષીય બાળક લવરાજભાઇ મહેન્દ્રભાઇ સંઘાળીયા કેનાલ પાસે રમતો હોય, દરમ્યાન રમત રમતમાં બાળક કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી બાળકનું કરુણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!